Khergam : ખેરગામ તાલુકાની જામનપાડા, ગવળા ફળિયા અને આછવણીની હટી ફળિયા પ્રાથમિક શાળામાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
તારીખ 28-06-2024નાં દિને ખેરગામ તાલુકાના જામનપાડા પ્રાથમિક શાળા, ગવળા ફળિયા જામનપાડા પ્રાથમિક શાળા, હટી ફળિયા પ્રાથમિક શાળા અને યુ.બી. વિદ્યાલય જામનપાડા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9 માં બાળકોને પ્રવેશ કરાવડાવ્યો હતો. સાથે ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે...
Posted by Naresh Patel on Thursday, June 27, 2024
No comments:
Post a Comment